Psalms 52

1અરે ઓ જુલમગાર, તું તારાં દુષ્ટ કાર્યો વિષે શા માટે અભિમાન કરે છે?
ઈશ્વરની કૃપા સર્વકાળ ટકે છે.
2તારી જીભ દુષ્ટ યોજનાઓ કરે છે
અણીદાર અસ્ત્રાની જેમ તે છેતરે છે.

3તું ભલાઈ કરતાં વધારે દુષ્ટતા ચાહે છે

અને ન્યાયીપણું બોલવા કરતાં જૂઠું બોલવું તને વધારે ગમે છે.

4અરે કપટી જીભ,

તું સર્વ વિનાશકારી વાતો ચાહે છે.
5ઈશ્વર સદાને માટે તારો નાશ કરશે;
તે તને પકડીને તારા તંબુમાંથી ખેંચી કાઢશે
અને પૃથ્વીમાંથી તે તને ઉખેડી નાખશે.
સેલાહ


6વળી ન્યાયીઓ પણ તે જોશે અને ગભરાશે;

તેઓ હસીને તેને કહેશે કે,
7“જુઓ, એ આ માણસ છે કે જેણે ઈશ્વરને પોતાનો આશ્રય ન કર્યો,
પણ પોતાના ઘણા ધન પર ભરોસો રાખીને
પોતાનાં દુષ્કર્મોને વળગી રહ્યો.”

8પણ હું તો ઈશ્વરના ઘરના લીલા જૈતૂનવૃક્ષ જેવો છું;

હું ઈશ્વરની કૃપા પર સદાકાળ ભરોસો રાખું છું.
હે ઈશ્વર, તમે જે કર્યું છે, તે માટે હું તમારી આભારસ્તુતિ સદા કરીશ.
હું તમારા નામ પર આશા રાખું છું, કેમ કે તમારું નામ ઉત્તમ છે અને હું તે તમારાં સંતોની સમક્ષ પ્રગટ કરીશ.
9

Copyright information for GujULB